નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી Delhi Assembly Election 2020) ની ગૂંજ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં સંભળાઈ રહી છે. હવે પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)  પણ આ ચૂંટણીમાં વચ્ચે કૂદ્યું છે. પાકિસ્તાને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને દિલ્હીને હરાવવાની માગણી કરી છે. પોતાના વિવાદિત નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ આ માંગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાનની સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને કહ્યું કે ભારતના લોકોએ મોદીને  હરાવવા જોઈએ. તેઓ હાલ અન્ય રાજ્યની ચૂંટણી (દિલ્હી) હારવાના દબાણમાં ઊંધા ચત્તા દાવ કરી રહ્યાં છે,લોકોને ડરાવી રહ્યાં છે. કાશ્મીર, નાગરિકતા કાયદો, અને તૂટતી અર્થવ્યવસ્તા પર દેશ વિદેશમાંથી મળેલી પ્રતિક્રિયાઓ બાદ મોદી પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા છે. પાકિસ્તાનના મંત્રી આ ટ્વીટ મોદીના એક  ભાષણ પર કરી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...